ઑક્સિજનનું ઉમેરાવું અથવા દૂર થવું તેના આધારે ''રિડક્શન'' નાં બે ઉદાહરણ સહિત સમજાવો.
રિડક્શન : જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઑક્સિજન ગુમાવાતો હોય અથવા હાઇડ્રોજન મેળવાતો હોય તો તેને રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. દા.ત.,
$(i)$ $CuO{\kern 1pt} + {H_2}_{(s)}{\kern 1pt} \to {\kern 1pt} C{u_{(s)}} + {\kern 1pt} {H_2}{O_{(l)}}$
$CuO$ એ ઑક્સિજન ગુમાવીને $Cu$ બનાવે છે.
$(ii)$ $2KCl{O_{3(s)}}\xrightarrow{\Delta }2KC{l_{(s)}} + 3{O_{2(s)}}$
પોટેશિયમ ક્લોરેટ પોટેશિયમ ક્લોરાઈડ ઓક્સિજન
$KClO_3$ ઑક્સિજન ગુમાવીને $KCl$ બનાવે છે.
$(ii)$ $Zn{O_{(s)}} + {C_{(s)}}\xrightarrow{\Delta }Z{n_{(s)}} + C{O_{(g)}}$
$ZnO$ ઑક્સિજન ગુમાવીને $Zn$ બનાવે છે.
$(iv)$ $MnO _{2}+4 HCl \rightarrow MnCl _{2}+2 H _{2} O + Cl _{2}$
નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો :
$(i)$ હાઇડ્રોજન $+$ ક્લોરિન $\to $ હાઇડ્રોજન ક્લોરાઇડ
$(ii)$ બેરિયમ ક્લોરાઇડ $+$ ઍલ્યુમિનિયમ સલ્ફેટ $\to $ બેરિયમ સલ્ફેટ $+$ ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ
$(iii)$ સોડિયમ $+$ પાણી $\to $ સોડિયમ હાઇડ્રૉક્સાઇડ $+$ હાઇડ્રોજન
વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે ? આ પ્રક્રિયાઓ માટેનાં સમીકરણો લખો.
ઑક્સિજનનું ઉમેરાવું અથવા દૂર થવું તેના આધારે ''ઑક્સિડેશન'' નાં બે ઉદાહરણ સહિત સમજાવો.
આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ ઉમેરતાં શું થાય છે ? સાચા જવાબ પર નિશાન કરો.
એવી વિઘટન પ્રક્રિયાઓના એક-એક સમીકરણ દર્શાવો કે જેમાં ઊર્જા-ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે.